News Continuous Bureau | Mumbai
ખેડા જિલ્લામાંથી(Kheda District) પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં(Bullet Train Project) 16 કીમી પર પીલ્લરો ઊભા કરી દેવાયા, 4 કીમીનુ કામ બાકી વિશ્વકર્મા જયંતી(Vishwakarma Jayanti) નિમિત્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય ઓફિસમાં હવન, પૂંજાનુ ખાસ આયોજન ધારાસભ્ય પંકજ દેસાઈએ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી ખેડા જિલ્લામાંથી 20 કીલોમીટરના પટ્ટામાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વર્ક ઈન પ્રોગ્રેસ પર છે. પિલ્લરો બીછાવાથી માંડીને તેના સ્ટેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. 4 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરવાના બાકી છે. આવનાર દિવસોમાં ટ્રેક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. આજે વિશ્વકર્મા જયંતીના દિવસે મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ આ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે ખેડા જિલ્લો વિકાસની કેડીએ જઈ રહ્યો છે. સફળ નેતૃત્વ કરતા રાજકીય નેતાઓના(political leaders) કારણે અહીયા રાજ્ય અને કેન્દ્ર સરકારના(Central Govt) અનેક પ્રોજેકટના લાભ જિલ્લાવાસીઓને મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ વર્ક ઈન પ્રોગ્રેસમા છે.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ
અનેક લોકોને રોજગારી મળીઃ પંકજ દેસાઈ આ પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે ખેડા જિલ્લામાંથી લગભગ 20 કી.મી ના પટ્ટામાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલુ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે સતત મોનિટરિંગ કરી આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે, જે ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમા ગઈ છે જેનુ વળતર મળવાનું છે તે જંત્રીના સવા છ ગણું વધારે વળતર આપવામાં આવ્યું છે. અહીંયા લગભગ હાલ આ પ્રોજેક્ટ દરમિયાન 500થી વધુ લોકોને સ્થાનિકોને રોજગારી મળી રહી છે. 2 હજાર જેટલા કર્મચારીઓ દિવસ રાત અહીંયા મહેનત કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, પીપલગ ગામના સરપંચ મનીષભાઈએ 26 જેટલા સરપંચો સાથે મીટીંગ કરી અને તેઓએ આગેવાનીના લીધે જમીનનું ઝડપથી પોઝિશન સોપાઈ જાય તે માટેની કામગીરી કરી છે. માટે જ આજે 16 કિલોમીટરની અંદર પિલ્લરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉત્તરસંડા પાસે નેશનલ હાઇવેથી એન્ટ્રી આવે તે રીતનુ સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ આવનાર દિવસોમાં નડિયાદ નહીં પરંતુ ચરોતરની રોનક ગણાશે.