ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારના પડઘા રહી રહીને મહારાષ્ટ્રમા જોવા મળી રહ્યા છે. રાજયના અમરાવતી, નાંદેડ, ભીવંડી, માલેગાંવ જેવા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. જોકે અમુક વિસ્તારમાં પરિસ્થિતિ હજી તણાવપૂર્ણ છે. હિંસાચારના બનાવમાં પોલીસ સહિત અનેક લોકો જખમી થયા હતા. તો મોટા પ્રમાણમાં દુકાનમાં તોડફોડ અને વાહનોને બાળવાના બનાવ બન્યા હતા. મુંબઈના પણ અમુક વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. તેથી મુંબઈના સંવેદનશીલ વિસ્તારને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રવિવારે પોલીસે માનર્ખુદમાં લલ્લુભાઈ કમ્પાઉન્ડથી મંડાલા સુધીના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે માર્ચ કરી હતી, જેમાં માનર્ખુદ પોલીસના આઠ અધિકારી અને 51 કોન્સ્ટેબલ જોડાયા હતા. એ સિવાય વિક્રોલી(વેસ્ટ)ના અમુક સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસે માર્ચ કરી હતી.