ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
ગુજરાત ATS દ્વારા મોરબી જિલ્લામાં ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મોરબીના ઝીંઝુડામાં પોલીસે 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે.
આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બક્ષ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે.
રવિવારની રાત્રે એટીએસની ટીમે બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં એક વખત ફરી અનેક સવાલ ઉભા થયા છે.
આખરે ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય કોણ કરાવે છે અને કોની ડિમાન્ડથી આ સમગ્ર વેપલો ચાલી રહ્યો છે?
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.