સારા સમાચાર : ઓમિક્રોન પર આવી રહી છે પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રના આ જિલ્લામાં થઈ રહી છે તૈયારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

મંગળવાર 

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન પર ટૂંક સમયમાં સ્વદેશી વેક્સિન આવી રહી છે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આ વેરિઅન્ટ સામે લડવા માટે પુણે સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપની આ રસી તૈયાર કરી રહી છે. 

ઓમિક્રોનથી છુટકારો મેળવવા માટે આ રસી અસરકારક રહેશે, જે મહારાષ્ટ્રના પુણેમાં તૈયાર થશે.

જીનોવા બાયોફાર્માસ્યુટિકલ નામની આ કંપનીનું સંશોધન ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. આ કંપનીએ એમઆરએનએ રસી તૈયાર કરી છે.

હવે આ કંપની ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની વિષય નિષ્ણાત સમિતિની મંજૂરીની રાહ જોઈ રહી છે. 

આ સંસ્થા ટૂંક સમયમાં કંપની દ્વારા તૈયાર કરાયેલી ફોર્મ્યુલાની સમીક્ષા કરશે અને તેની મંજૂરી આપશે.

Exit mobile version