News Continuous Bureau | Mumbai
આજે મહારાષ્ટ્રની નવી શિંદે સરકારની 'સુપ્રિમ' પરીક્ષા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી છે. જેમાં 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે પણ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેમને અરજીમાં ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જો સુપ્રિમ કોર્ટ શિંદેના જૂથ વિરુદ્ધ ચુકાદો આપે છે તો રાજ્યમાં ફરી એકવાર રાજકીય દાવ જામી શકે છે. શિંદેએ સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ગત 30 જૂનના સીએમ તરીકે શપથ લીધા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે આને કારણે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે- ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક- આ ચાર મોટા મુદ્દા પર થઈ ચર્ચા- જાણો વિગતે
આ સિવાય શિવસેનાના નેતા સુભાષ દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે ગત 30 જૂને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદેને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.
હવે બધાની નજર સુપ્રીમ કોર્ટ તરફ છે કે કોર્ટ કોના પક્ષમાં ચુકાદો આપે છે.