ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
રાજસ્થાન ના રણ માં લગ્ન કરવા ડેસ્ટિનેશન નો લોકો માં રસ ઓછો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જંગલની વનરાજની વિશાળ જગ્યામાં વૈભવી લગ્ન કરવાનો ટ્રેન્ડ હવે ગુજરાતમાં વધ્યો છે. સાસણ ગીર ના જંગલ માં આહલાદક વાતાવરણ માં પ્રસંગ માટે નવા જ ડેસ્ટિનેશન તરીકે ઉભર્યુ છે. સાસણગીરમાં યોજાતાં લગ્ન આહલાદક વાતાવરણ અને પ્રમાણમાં થોડા ઓછા ખર્ચાળ થાય છે. એટલું જ નહીં રાજસ્થાનમાં કરોડોનો ખર્ચે લગ્ન કરનારા હવે રાજસ્થાનને બદલે ગીરને વધુ પસંદ કરે છે.
હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, પેહલા રાજસ્થાનનનાં રણ અને વિવિધ સ્થળોએ હોટલ હોવાને કારણે બેન્કવેટ હોલની સુવિધાઓને કારણે ગુજરાતીઓ મોટાં અને મધ્યમ બજેટ ધરાવતાં લગ્નો કરવા ત્યાં જતા હતા,રાજસ્થાન જનારા ગુજરાતી પરિવાર લગ્ન માટે ગીરની પસંદગી કરતા થયા છે. એમાં તેમને રાજસ્થાન કરતાં ગુજરાતના ફુડની પસંદગી બહેતર મળે છે, સાથે ગીરના જંગલના વાતારવરણનો કોઇ વિકલ્પ નથી, એની સામે રાજસ્થાનમાં તો ખૂબ ગરમી કે ખૂબ ઠંડી જ મળે છે.
રાજસ્થાનામાં ગુજરાતી પરિવારો મોંઘાં લગ્નો કરવા જતા હતા, તેઓ ત્યાં કરોડો ખર્ચી નાખતા હતા અને એની સામે ગીરમાં એ જ તમામ સુવિધા સાથે લાખોમાં કામ પૂરુ થાય છે, તેથી પણ આ ફેવરિટ વેડિગ ડેસ્ટિનેશન બન્યું છે. બે વર્ષ પહેલાં અમુક સમાજનાં જ લગ્ન ગીરમાં થતાં હતાં કે અત્યારે જે લગ્નની સંખ્યા ખાસ્સી વઘી છે. રાજસ્થાનમાં જે લગ્નમાં તે પાંચ રૂપિયા ખર્ચે છે એની સામે ગીરના જગંલમાં તેને દોઢ રૂપિયામાં પડે છે. આમ, ત્રણ ગણા પૈસાનો ખર્ચ થાય છે, જે એ બચાવે છે, સાથે વાતાવરણ આહલાદક મેળવે છે. આમ, તેને વેલ્યુ ફોર મની વિથ પ્લેઝર મળે છે એમ અમે કહીએ છીએ, એમ બળવંતભાઇ અને નિખિલ ધામીએ જણાવ્યું હતું. ગુજરાત ના ગીરના જગલમાં યોજતા લગ્ન હવે જે-તે પરિવારોને ફુડને લીધે પણ વધુ અુનુકૂળ પડતું હોય છે, તેથી લગ્નની જેટલી પણ તારીખ મુહૂર્ત કરીને કાઢવામાં આવે એ તારીખોએ અહીંના તમામ સાત જેટલા રિસોર્ટ પેક થઇ જાય છે અને અમે અન્ય રિસોર્ટ કે એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ . હોટલ ગ્રીન પાર્ક અને એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પ્યારુબાઇ વડસરિયાએ જણાવ્યું હતું કે ગીર વિસ્તાર સારું મેરેજ ડેસ્ટિનેશન તરીકે ઊભર્યું છે. અમારી નાની હોટલ છે, અન્ય મોટી સાઇઝના રિસોર્ટ પણ અહી આવેલા છે,, જેની જેવી જરૂરિયાત અને જેવું બજેટ, એવા મેરેજ માટે સ્થળ મળી રહે છે. ગીરમાં ત્રણ વર્ષ પહેલાં સીઝનમાં સાતથી આઠ લગ્ન થતાં હતાં, અને હવે ૩૫ થી ૪૦ પહોંચી ગયાં છે.