News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane) ખાતે આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબરનાથ(Amarnath) ક્ષેત્રમાં એક સ્કૂલ બસને ભયાનક અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ સ્કૂલ બસ(School Bus Accident)માં 17થી 18 વિદ્યાર્થીઓ હતા. જોકે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈનો જીવ નહોતો ગયો. સ્કૂલ બસ(school kids) પલટી જતા સ્થાનિક લોકોએ તરત જ દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા.
A school bus suddenly overturned while turning back in Ambernath area of Thane district of Maharashtra…#10kOffonGTNeo3T #राहुल_गांधी_जोड़ते_है #SoniaGandhi #TejRan pic.twitter.com/6Us5tVszws
— Kapil mishra (@imkapil_mishra) September 26, 2022
પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત અંબરનાથની ગ્રીન સિટી કોમ્પલેક્સ(Green city complex)માં સર્જાયો હતો. બસ ગ્રીન સિટી કોમ્પ્લેક્સના રેમ્પ પર ઉભી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી રિવર્સ(reverse) માં ગઈ હતી અને ડિવાઈડર(divider) સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. હવે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે..
ગુજરાતના દરિયાકાંઠે ચરસની રેમલછેલ- હિરાકોટ બંદર નજીકથી અધધ આટલા લાખનું ચરસ ઝડપાયું
