News Continuous Bureau | Mumbai
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(Tirumala Tirupati Devasthanam)(TTD) એક સ્વતંત્ર ટ્રસ્ટ છે જે વિવિધ મંદિરોનું સંચાલર્ન (Sanchalrn of temples) કરે છે. આ મંદિરોમાં પ્રસિદ્ધ વેંકટેશ્વર મંદિરનો (Venkateswara Temple) પણ સમાવેશ થાય છે. આ મંદિર આંધ્ર પ્રદેશના(Andhra Pradesh) તિરુપતિ જિલ્લામાં આવેલું છે. TTDએ દુનિયામાં સૌથી ધનિક હિન્દુ મંદિર(Hindu temple) સંસ્થા છે. આ સંસ્થા દ્વારા તાજેતરમાં જ જણાવ્યું છે કે દેશભરમાંTTDની જેટલી પણ સંપત્તિ છે તેનું એકંદરે મૂલ્ય કેટલું છે.
વિશ્વના સૌથી અમીર હિન્દુ પૂજા સ્થળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જાહેરાત કરી છે કે તેની પાસે સમગ્ર દેશમાં ૯૬૦ સંપત્તિઓ છે, તેની કિંમત ૮૫૭૦૫ કરોડ રૂપિયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ(TOI) ટીટીડીના અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે આ સરકારી આંકડો છે અને સંપત્તિઓનું(Property) બજાર મુલ્ય ઓછામાં ઓછું ૧.૫ ગણુ વધુ લગભગ ૨ લાખ કરોડ રૂપિયા હશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પોતાની સંપત્તિઓની માહિતી સાર્વજનિક કરી છે. એક ઉદાહરણ પરથી સમજીએ તો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ૨૦૨૧માં જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ૧૧ અબજ ડોલર ટેક્સ ભરશે, લગભગ ૮૫૦૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ, જે અમેરિકા માટે પણ એક રેકોર્ડ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનો તાજેતરનો આંકડો એવા સમયે આવ્યો છે, જ્યારે છેલ્લા પાંચ મહિનામાં મંદિર હુંડીમાં દાન દ્વારા ટીટીડીની માસિક આવકમાં સતત વૃદ્ધિ થઈ છે. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં હુંડીના માધ્યમથી આવેલું કુલ દાન ૭૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. પોતાના ભંડારમાં પ્રત્યેક દિવસે વધારો થવાની સાથે ટીટીડી અમેરિકા જેવા દેશો સિવાય દેશના પણ વિવિધ ભાગોમાં મંદિર ખોલી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : 17થી 18 વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી- ઘટના સીસીટીવીમાં થઇ કેદ-જુઓ હચમચાવી દે તેવો વીડિયો
ટીટીડીના અધ્યક્ષ વાઈવી સુબ્બા રેડ્ડીએ (YV Subba Reddy) શનિવારે કહ્યું કે મંદિર ટ્રસ્ટ સમગ્ર દેશમાં ૭,૧૨૩ એકર ભૂમિ પર પોતાનું નિયંત્રણ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ૧૯૭૪થી ૨૦૧૪ની વચ્ચે, અલગ-અલગ સરકારોના કાર્યકાળમાં ટીટીડીના વિવિધ ટ્રસ્ટોએ કેટલાક કારણોથી ૧૧૩ સંપત્તિઓનો નિકાલ કર્યો છે. જાેકે તેમણે સંપત્તિ વેચવાના કારણો વિશે વિગતે જણાવ્યું નથી. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે ટીટીડીએ ૨૦૧૪ પછી કોઈ પણ સંપત્તિનો નિકાલ કર્યો નથી અને ભવિષ્યમાં પોતાની કોઈ પણ અચલ સંપત્તિને વેચવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના નિર્દેશ પછી મારી અધ્યક્ષતામાં અગાઉના ટ્રસ્ટ બોર્ડે કોઈ પણ સ્થિતિમાં દર વર્ષે ટીટીડીની સંપત્તિઓ પર એક શ્વેતપત્ર જાહેર કરવાનો સંકલ્પ લીધો છે. પહેલું શ્વેત પત્ર ગત વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું. બીજુ શ્વેત પત્ર પણ વિવરણ અને તમામ સંપત્તિઓના મુલ્યાંકનની સાથે ટીટીડી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. ટીટીડીની પાસે વિવિધ બેન્કોમાં ૧૪૦૦૦ કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ છે અને લગભગ ૧૪ ટન સોનાનો ભંડાર છે.
