Site icon

ફેસબુક પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભાવુક થયેલા ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું પોતાના ભાષણમાં-જાણો અહીં

News Continuous Bureau | Mumbai 

મહાવિકાસ આઘાડી સરકારનું(Mahavikas Aghadi Government) પતન થઈ ગયું છે. બુધવારે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ફેસબુક પર લાઈવ(facebook Live) આવીને મુખ્યમંત્રી પદેથી(CM Post) રાજીનામું(Resignation) આપવાની સાથે જ વિધાનપરિષદના સભ્યપદ પરને છોડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના(Supreme Court) ચુકાદાનું તેઓ સન્માન કરે છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના(Floor test) ચુકાદા બાદ શિવસેનાના નેતા(Shiv Sena leader) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ગુરુવારે ફેસબુક પર લાઈવ આવ્યા હતા, જેમાં તેમણે મહારાષ્ટ્રની જનતાની સાથે જ પક્ષ છોડી ગયેલા બળવાખોર નેતાઓની સાથે જ શિવસૈનિકોનો (Shiv Sainiks)પણ ઉલ્લેખ કર્યો હતો. તો સાથે જ અપ્રત્યક્ષ રીતે ભાજપ(BJP) પર પણ કટાક્ષ કર્યો હતો.

ઉદ્ધવે પોતાના ભાષણમાં કહ્યું હતુ કે આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઈએ. હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું અક્સમાતે જ સત્તામાં આવ્યો  અને હવે એ જ રીતે બહાર નીકળી રહ્યો છું. શિવસેના એક પરિવાર છે અને તેને હું કયારે પણ તૂટવા નહીં દઈશ. હું ક્યાંય નથી જઈ રહ્યો, અહીંયા જ છું.

રાતના રાજીનામું આપવા પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે પોતાની છેલ્લી કેબિનેટ બેઠક(Cabinet meeting) કરી હતી, જેમાં ઔરંગાબાદ(Aurangabad) અને ઉસ્મનાબાદના(Osmanabad) નામ બદલવાના તેમના નિર્ણયનો કોઈએ વિરોધ કર્યો નથી એવું બોલતા ઉદ્ધવે બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે એક સમયે જે વિરોધ કરી રહ્યા હતા તેઓ હવે સાથે છે અને જે કયારેક અમારી સાથે હતા, તેઓ હવે વિરોધમાં છે.

આ સમાચાર પણ વાંચો : ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

શિવસેનાના ધારાસભ્યોના બળવાને લઈને ઉદ્ધવે કહ્યું હતું કે રિક્ષાવાળા (એકનાથ શિંદે) અને પાનવાળાને શિવસેનાએ મંત્રી બનાવ્યા અને આજે આ લોકો મોટા થઈ ગયા છે અને અમને ભૂલી ગયા છે. જેમને અમે મોટા કર્યા તે લોકો જ અમારી નારાજ થઈ ગયા છે.

સરકારી આવાસ વર્ષા છોડીને માતોશ્રીમાં આવ્યા બાદ અનેક લોકો મારી પાસે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે લડો અમે તમારી સાથે જ છીએ. જેમને બધું આપ્યું તેઓ જ અમારા થી જ નારાજ છે. જેમને કશું આપ્યું નથી તે અમારી સાથે જ છે. અમે જે કરીએ છીએ  તે શિવસૈનિકો, મરાઠી અસ્મિતા અને હિંદુત્વ માટે  જ કરીએ છીએ.
 

Hyderabad Metro: હૈદરાબાદ મેટ્રોની નવી પહેલ, ૨૦ ટ્રાન્સજેન્ડર્સને મળ્યું સુરક્ષા ગાર્ડનું કામ, રોજગાર અને સન્માનનો માર્ગ ખુલ્યો.
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં ૨૬૪ નગર પાલિકાઓમાં મતદાન શરૂ, બુલઢાણામાં નકલી વોટર પકડાતા ચૂંટણી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલ
Cash for votes: મહારાષ્ટ્રમાં ‘કેશ ફોર વોટ’ કૌભાંડનો આરોપ, કોંકણની રાજનીતિમાં ખળભળાટ, ગઠબંધન સહયોગીઓ વચ્ચે તણાવ
Siddaramaiah: સિદ્ધારમૈયા પહોંચ્યા શિવકુમારના આવાસ, બ્રેકફાસ્ટ મીટિંગમાં સીએમ અને ડીસીએમ વચ્ચે કયા મુદ્દા પર થશે ચર્ચા?
Exit mobile version