દિલ્હીના LGના શપથગ્રહણમાં નારાજ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, આ કારણે ગુસ્સામાં છોડી ગયા સમારોહ; જુઓ વિડીયો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર(Lieutenant Governor) તરીકે ગુરૂવારે વિનય કુમાર સક્સેનાની(Vinay Kumar Saxena) શપથવિધી(oath ceremony) થઈ. 

આ શપથવિધીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી(Former Union Minister) અને સાંસદ ડો. હર્ષવર્ધનને(MP Dr. Harshvardhan) બેસવા માટે ખુરશી પણ ન મળતાં ડો. હર્ષવર્ધન નારાજ થઈને ચાલુ કાર્યક્રમમાંથી જ જતા રહ્યા. 

અધિકારીઓ તેમની પાછળ સમજાવવા માટે દોડતા રહ્યા પણ ડો. હર્ષવર્ધને ગુસ્સામા તેમની કોઈ વાત કાને ના ધરી.

ડો. હર્ષવર્ધને ત્યાંથી નીકળતા પહેલા દિલ્હીના મુખ્ય સચિવ(Chief Secretary) નરેશ કુમાર(Naresh Kumar) સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

તેમણે કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની ગેરવર્તણૂક અંગે ઉપરાજ્યપાલ(Lieutenant governor) સમક્ષ ફરિયાદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, 'હું આ અંગે વિનય સક્સેનાને લખીશ.'

આ સમાચાર પણ વાંચો : તમિલનાડુના CM સ્ટાલિનની PM મોદીને અપીલ- કહ્યું, તમિલને પણ હિન્દી જેવા સમાન અધિકાર મળે; વડાપ્રધાને આપ્યો આ જવાબ.. 

Exit mobile version