News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ઉદ્ધવ સરકાર(Uddhav Sarkar) પર ખતરો મંડરાઇ રહ્યો છે. MLC ચૂંટણીમાં ક્રોસ વોટીંગ(Cross voting) બાદ મંત્રી અને શિવસેનાના સીનિયર નેતા(Senior leader of Shiv Sena) એકનાથ શિંદે(Eknath Shinde) ગુજરાત જતા રહ્યા છે. દરમિયાન રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) પાર્ટીના વડા શરદ પવારે(Sharad Pawar) પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી અને દાવો કર્યો કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર સારી રીતે ચાલી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, અત્યારે જે કંઈ બન્યું છે તે અઢી વર્ષમાં ત્રીજી વખત બન્યું છે. અગાઉ પણ અમારા ધારાસભ્યો(MLA)ને હરિયાણામાં(Haryana) બોલાવીને રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં અમે સરકાર બનાવી અને સરકાર યોગ્ય રીતે ચાલી રહી છે.
એકનાથ શિંદે(Eknath Shinde) વિશેના સવાલ પર શરદ પવારે કહ્યું કે, ત્રણેય પાર્ટીમાં મુખ્ય જવાબદારી શિવસેનાની છે. ત્યાં કોને તક આપવી, એ તેમનો આંતરિક મામલો છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કોઈ ફેરફારની જરૂરિયાત દેખાતી નથી.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સરકાર જોખમમાં – બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી- જાણો શું કહ્યું
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી(Election of Maharashtra Legislative Council) પર શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં અમારો એક કેન્ડિડેટ જીતી શક્યો નથી પણ પાછા ગયા પછી અમે ચોક્કસ વાત કરશું. આ સાથે તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે ક્રોસ વોટિંગ થયું હોય, આ પહેલા પણ આવું બન્યું છે.
શરદ પવારે રાજકીય ઉથલપાથલ પર કહ્યું કે, તેમણે હજુ સુધી કોઈ ધારાસભ્ય સાથે વાત કરી નથી. આ સાથે તેમણે કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને અમે સાથે છીએ. જ્યાં સુધી શિવસેના સમસ્યા શું છે તે નહીં જણાવે ત્યાં સુધી અમે કોઈ પગલું નહીં ભરીએ.
