Site icon

Meerut Blast: ઉત્તરપ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના, વહેલી સવારે મકાનમાં થયો ભયાનક બ્લાસ્ટ, ચારના મોત આટલા લોકો ઘાયલ..

Meerut Blast: ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ થયા છે.

A big tragedy in Uttar Pradesh's Meerut, a terrible blast took place in a house early in the morning,

A big tragedy in Uttar Pradesh's Meerut, a terrible blast took place in a house early in the morning,

News Continuous Bureau | Mumbai 

Meerut Blast: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મેરઠ (Meerut) ના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસની(UP police) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી(rescue operation) શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ડીએમ દીપક મીણાએ જણાવ્યું કે મૃત્યુ પામેલા ચાર લોકો તમામ પુરુષો છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે વેરહાઉસમાં કામ કરતા કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા. વહીવટીતંત્ર તેમના પરિવારજનોને શોધી રહ્યું છે. ટૂંક સમયમાં ઓળખ થઈ જશે. આ ઘટના મંગળવારે સવારે બની હતી.

ડીએમએ કહ્યું કે જે ઘરમાં અકસ્માત થયો ત્યાં સાબુ બનાવવામાં આવી રહ્યો હતો. શક્ય છે કે વિસ્ફોટ કોઈ કેમિકલના કારણે થયો હોય અથવા વેરહાઉસમાં રાખેલા મશીનોમાં કોઈ કારણસર વિસ્ફોટ થયો હોય. આ અકસ્માતમાં નજીકના કેટલાક લોકો પણ ઘાયલ થયા છે, જેમાં કેટલાક રાહદારીઓ પણ સામેલ છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ખતરાની બહાર છે.

 

વિસ્ફોટનો પડઘો દૂર સુધી સંભળાયો

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો દૂર સુધી સંભળાયો હતો. આ દુર્ઘટનાને લઈને એવી પણ ચર્ચા થઈ હતી કે ઘરની અંદર ફટાકડા રાખવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી હતી. જો કે, ડીએમએ આ આશંકાનો જવાબ આપ્યો અને કહ્યું કે આવી કોઈ વાત નથી. વહીવટીતંત્ર તેના સ્તરે તપાસ કરી રહ્યું છે. અકસ્માતના સાચા કારણો ટૂંક સમયમાં બહાર આવશે.

અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા અધિકારી દીપક મીના, એસપી રોહિત સજવાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે ઘરના માલિકની ઓળખ થઈ ગઈ છે. તેનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. તે જ સમયે, આ દુર્ઘટનામાં નજીકના મકાનોને પણ થોડું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Punjab: પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, આ કારણોસર પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ..

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Exit mobile version