News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના છેવાડે આવેલા ઘલા ગામના મુખ્ય માર્ગથી નાના માછીવાડને જોડતો રસ્તો ખેતરાડી વિસ્તારના રસ્તાથી પણ બદતર અને બિસ્માર હાલતમાં છે. વણથંભી વિકાસની ગુલબાંગો હાંકનારે એક વાર ઘલા ગામના નાના માછીવાડનાએ રસ્તાની મુલાકાત જરૂર લેવી રહી. ગામના નાના માછીવાડ ખાતે રહેતા બહુવિધ પરિવારો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી તેઓ પોતાના ખેતર તેમજ પશુપાલન માટે ઘાસચારા માટેની વ્યવસ્થા રૂપે આ જ રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે.
ઉલ્લેખનીય બાબત તો એ છે કે હાલમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ દ્વારા ₹.5 લાખની ફાળવાયેલી ગ્રાન્ટ માંથી 30.50 મીટર લંબાઈ તેમજ 4 મીટર પહોળાઈ ધરાવતા રસ્તાનું કામ થયું છે. ત્યાર બાદના બાકી રહેલા નાના માછીવાડને જોડતો એ માર્ગ તેની બિસ્માર હાલતમાં જ રહેવા પામ્યો છે. શું ઘલા ગામના નાના માછીવાડના રહીશોને માત્ર થોડાક મીટર સુધી આવીને અટકી ગયેલા રસ્તા પરના વિકાસથી જ સંતોષ માનવો પડશે કે ત્યાંથી અટકી ગયેલો વિકાસ આગળ હરણ ફાળ ભરશે ??
આ સમાચાર પણ વાંચો : બે મહિનાનો સુધી કોરોના સાથે તાપમાન પણ વધશે, ફેસ માસ્ક અને માથા પર છત્રી જરૂરી!