440
Join Our WhatsApp Community
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય વાતાવરણમાં અત્યારથી જ ગરમાવો આવ્યો છે.
રાજ્યમાં આગામી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતેથી સત્તાવાર ઘોષણા કરી છે કે 2022ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકો પરથી ચુંટણી લડશે.
ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણના સાક્ષી રહી ચુકેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે. આ માટે પાર્ટી તનતોડ મહેનત પણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 182 સદસ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ‘આપ’ ભાજપને ટક્કર આપી શકે છે કે કેમ?
You Might Be Interested In