News Continuous Bureau | Mumbai
દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) હવે ટેલિકોમ સેક્ટર માં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રુપ મહિનાના અંતમાં યોજાનારી આગામી 5G સ્પેક્ટ્રમ (5g spectrum)ની હરાજીમાં ભાગ લેવા જઈ રહ્યું છે. જો હરાજીમાં અદાણીની કંપની બિડ જીતી જાય છે, તો કદાચિત પહેલી વખત કોઈ વ્યવસાયમાં અદાણી અને અંબાણી(Mukesh Ambani) વચ્ચે સીધી સ્પર્ધા થશે.
હાઇ સ્પીડ ડેટા પ્રદાન કરતી 5G સેવા માટે એરવેવની હરાજી શરૂ થઈ ગઈ છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ અરજી સબમિટ કરવાની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અદાણીની કંપનીએ શુક્રવારે પોતાની અરજી સબમિટ કરી છે. હરાજીની સમય મર્યાદા મુજબ અરજદારોની માલિકીની વિગતો 12 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત
ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડના 72,097.85 મેગાહટ (MHz) સ્પેક્ટ્રમ ઓફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ હરાજીમાં, અદાણી ગ્રુપને ટેલિકોમ ક્ષેત્રમાં કાર્યરત ત્રણ ખાનગી કંપનીઓ – Jio, Airtel અને Vodafone Idea સાથે સ્પર્ધા કરવાની રહેશે.