ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ અંતે મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામમાંથી અદાણી એરપોર્ટનું ટેગ હટાવી દેવામાં આવ્યુ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથ પાસે ગયા પહેલા જે નામનું બોર્ડ હતું તેને પરત લગાવી દેવામાં આવ્યું છે.
આ સાથે જ બેંગલુરુ એરપોર્ટના ફએસબુક તેમજ ટ્વિટર બન્ને સ્થાનો પર પણ આ ટેગમાં સુધારો કરાયો છે.
આ મુદ્દાને ઉઠાવનારા સામાજિક કાર્યકર્તા દિલરાજ અલ્વાએ પત્રકારોને જણાવ્યું કે અદાણી જૂથે એરપોર્ટના કામકાજની જવાબદારી સંભાળ્યા બાદ તેના નામમાં અદાણી એરપોર્ટ જોડી દીધું હતું.
જોકે, સૂચનાના અધિકાર કાયદા હેઠળ જ્યારે જાણકારી માંગવામાં આવી તો આ ખબર પડી કે એરપોર્ટનું સંચાલન અને સાર સંભાળનો કોન્ટ્રાક્ટમાં નામ બદલવાને લઇને કોઇ રીતની જોગવાઇ નહતી.
ટી સિરીઝ અને રિલાયન્સ વચ્ચે સેંકડો કરોડનો એગ્રીમેન્ટ. બનાવશે આટલી ફિલ્મ. જાણો વિગત