News Continuous Bureau | Mumbai
Ballia News કિસ્મત પણ કેવી રમત રમે છે. કેટલીકવાર તે તમને તમારા નજીકના લોકોથી અલગ કરે છે અને ક્યારેક તે તમને વર્ષો પહેલા ગુમ થયેલ વ્યક્તિ સાથે મિલાવે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બલિયામાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને 10 વર્ષ પહેલા ગુમ થયેલા પતિ જિલ્લા હોસ્પિટલની બહાર મળ્યો હતો. 10 વર્ષ બાદ પતિને જોઇને પત્નીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. હાલ તેનો વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વિડીયો
बलिया में अस्पताल में महिला इलाज कराने पहुंची जहां पर उसने एक विक्षिप्त आदमी को देखा महिला जब उस आदमी के पास गई और गौर से देखा तो वह उसका पति निकला जो 10 साल पहले लापता हो गया था। pic.twitter.com/XZS4PurhQl
— Tushar Srivastava (@TusharSrilive) July 28, 2023
10 વર્ષ બાદ થયું મિલન
વાસ્તવમાં મહિલા તેની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં આવી હતી. ત્યારે અચાનક તેની નજર હોસ્પિટલની બહાર જમીન પર બેઠેલા એક વ્યક્તિ પર પડી. પહેલા મહિલા તેની સામે તાકી રહી. તે પછી તે તેની પાસે ગઈ અને તેને ઓળખ્યો. વ્યક્તિના શરીર પર કપડાં નહોતા તો જમીન પર બેસીને પત્નીએ પતિને કપડાથી ઢાંકી રહી હતી અને સાથે જ તેના વાળ સરખા કરતાં તેની તબિયત વિશે પૂછતી રહી. જોકે આ વ્યક્તિ 10 વર્ષથી ક્યાં હતો તેનો જવાબ મળ્યો નથી. વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે, જેના વાળ અને દાઢી વધી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Income Tax Return: હવે માત્ર 2 દિવસ બાકી… ઉતાવળમાં થઇ ન જાય ભૂલ, ITR ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો!
વીડિયો વાયરલ
તે દરમિયાન મહિલાએ સંભવતઃ મોબાઈલથી બાળકોને બોલાવીને કપડાં લાવવા કહ્યું. આ પછી એક યુવક બાઇક પર આવ્યો અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને મહિલા સાથે પોતાની સાથે લઈ ગયો. હાલમાં આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થયા બાદ સામાજિક કાર્યકરો સહિત અન્ય લોકોએ તે મહિલાની શોધખોળ શરૂ કરી છે જેથી તે તેના પતિને કોઈ રીતે મદદ કરી શકે.
વર્ષ 2020માં મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ડીએસપી જ્યારે રસ્તાના કિનારે એક ભિખારી પાસે ગયો ત્યારે દંગ રહી ગયો હતો. તે ભિખારી તેની જ બેચનો અધિકારી નીકળ્યો.