ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
પુના શહેરમાં વધુ એક વખત જંગલી સાંઢ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. થોડા દિવસો અગાઉ કોથરડના એક રહેણાંક વિસ્તારમાં ફરતાં સાંઢને પકડવાની દોડાદોડમાં તેનું મૃત્યુ થયું હતું. હવે થોડા દિવસો બાદ જંગલી સાંઢ પુના શહેરમાં ફરી દેખાયો છે..
આ વન્ય પ્રાણી પૂના-બેંગ્લોર હાઇવે પરના પાશન તળાવની નજીક જોવા મળ્યું હતું, અને એવું માનવામાં આવે છે કે તે નજીકના ડુંગરાળ અથવા જંગલવાળા વિસ્તારથી શહેરમાં રસ્તો ભટકી આવી ચઢ્યું હશે.
જો કે, વિચિત્ર પ્રાણી જોવાં મળતાં સ્થાનિકો તેને પકડવા અને તસવીરો ક્લિક કરવા કુતુહલ વશ આવતા હતા, આ જોઈ સાંઢ વધુ દોડધામ કરતાં વનવિભાગની ટીમે તેને શાંત પાડયો હતો.
પૂણે શહેરમાં તાજેતરમાં બનેલી ઘટનામાં એક જંગલી સાંઢનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ શહેરી વિસ્તારોમાં રખડતા જંગલી પ્રાણીઓને કેવી રીતે બચાવવા અને તેનાથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, એ અંગે તાલીમ આપવામાં આવી હતી.
પુણે વન વિભાગના સહયોગથી 'વન્યપ્રાણી સંઘર્ષ પ્રતિસાદ મેનેજમેન્ટ' વિષય પર એક તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પુણે વન વિભાગ, પુના પોલીસ, પશુપાલન વિભાગ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂના જિલ્લા એસપીસીએ, મીડિયા અને ઘણા બધા અધિકારીઓ હાજર રહ્યા હતા. બિન-સરકારી સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. તે તમામને રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું જ્ઞાન આપ્યું હતું. જેથી ભવિષ્યમાં કોઈ દુર્લભ વન્ય પ્રાણી મૃત્યુ ન પામે.
