ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
ગત દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે બોર્ડની પરીક્ષા છોડીને ધોરણ ૧૧ સુધીના તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવે. આવું જ અન્ય બોર્ડ પણ કરે તે આશય સાથે મહારાષ્ટ્ર સરકારે IB બોર્ડ સાથે પત્રવ્યવહાર કર્યો હતો. આ પત્ર વ્યવહાર ના અંતે આઈ બી બોર્ડ એ જાહેરાત કરી છે કે તેમના બોર્ડ અંતર્ગત આવતી તમામ શાળાઓ માં વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં થાય. પરીક્ષા સિવાય અને અન્ય માર્ગથી બાળકોને એક ધોરણ ઉત્તીર્ણ કરવામાં આવશે.
આઇ બી બોર્ડના આ નિર્ણય પહેલા મહારાષ્ટ્ર સરકાર, CBSE બોર્ડ પણ આ નિર્ણય લઈ ચૂકી છે. હવે માત્ર ICSE બોર્ડે આ નિર્ણય લેવાનો બાકી છે.
મલાડની ICSE શાળાની ગુંડાગીરી, ફી નહીં કરો તો રિપોર્ટ કાર્ડ નહીં મળે.
