News Continuous Bureau | Mumbai
ગુજરાતનો(Gujarat) સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રી(Navratri) હવે નજીકના દિવસોમાં જ આવવાનો છે, તે પહેલાં ગુજરાતીઓના(Gujarati) ચહેરા પર મલકાટ આવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય(Famous traditional dance of Gujarat) 'ગરબા'ને(Garba) યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં(UNESCO Intangible Cultural Heritage List) સમાવેશ માટે નામાંકિત(નામાંકિત ) કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસો વિભાગના સચિવ ટીમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકાતાના(Kolkata) 'દુર્ગા પૂજા ઉત્સવ'ને(Durga Puja festival) અમૂર્ત સાંસ્કૃતિક વારસો(Intangible Cultural Heritage) તરીકે ચિહ્નિત કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં (National Museum of Delhi) આયોજિત એક કાર્યક્રમમાં ગરબાના હોદ્દાની વિગતો શેર કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોલકાતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર યુનેસ્કોની ૨૦૦૩ કોન્ફરન્સની આંતર-સરકારી સમિતિએ(Intergovernmental Committee) દુર્ગા પૂજાને(Durga Puja) માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરી હતી. "આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન ધ્યાનમાં લેવામાં આવશે." વર્ષ ૨૦૨૩ના મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા(Evaluation Institute) દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં સમિતિના ૨૦૨૩ સત્ર માટેના નામો નક્કી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : અશોક ગેહલોત બાદ હવે આ નેતા પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં થશે શામેલ-જલ્દી કરી શકે છે જાહેરાત
કર્ટિસના પ્રેઝન્ટેશનની સ્લાઈડમાં(Curtis' presentation slide) ગરબા કલાકારોની(Garba artists) તસવીર હતી અને તેનું શીર્ષક હતું "ગુજરાત કા ગરબા: ઈન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ.(Gujarat Ka Garba: India's Next Element)" એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફાઈલ હાલમાં સચિવાલયની ટેકનિકલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં ભારતના 14 અમૂર્ત વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોએ અત્યાર સુધીમાં કુલ 14 ઉત્સવો, મેળાઓ, પ્રાદેશિક નૃત્યો અને ભારતના પરંપરાઓને(Traditions of India) તેની અમૂર્ત ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે.