News Continuous Bureau | Mumbai
ગઈકાલે મહેસાણા (Mehsana)માં કોંગ્રેસ (Congress) ની સભા દરમિયાન સભાની અંદર લોકોની વચ્ચે આખલો ઘુસી જવાની ઘટના બની હતી. આ ધટના બાદ તપાસના આદેશ (Investigation order) આપવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે.
ઢોર પકડનાર ટીમને નોટીસ પણ મોકલવામાં આવી છે. સભા પૂરી થઈ ત્યાં સુધી ઢોર પકડવાની ટીમ કેમ ઊભી ન રહી? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. ચીફ ઓફીસરો આ સમગ્ર મામલે બ્રાન્ચ ઓફિસર પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Viral Video: 500 રૂપિયાની નોટ બની 20 રૂપિયા; વીડિયોમાં રેલવે કર્મચારીનો ઝોલો ઝડપાયો, વીડિયો થયો વાયરલ
વિપક્ષના નેતાએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ સિસ્ટમમાં ખામી છે. ગઈકાલે સભાની અંદર અચાનક જ સભામાં આખલો ઘુસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે આ બળદને મોકલ્યો છે.
રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહેસાણા જિલ્લામાં આ બીજીવાર આવું બન્યું છે. જેમાં અગાઉ ચૂંટણીની તારીખો પહેલા જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમનું આયોજન હતું ત્યારે પણ પશુ તેમના કાર્યક્રમમાં ઘુસી આવ્યું હતું અને તેના કારણે નિતીન પટેલના ધૂંટણમાં ઈજા પહોંચી હતી ત્યારે કોંગ્રેસની સભામાં પણ આ પ્રકારે આખલો ઘુસવાની ઘટના બની હતી. જેમાં કોઈ પર હુમલો કર્યો હતો તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત.
આ સમાચાર પણ વાંચો: Aarey colony fire: ગોરેગાંવની આરે કોલોનીમાં આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ વિડિયો.