News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ધારાસભ્યો(Maharashtra MLAs) અને સાંસદોને તોડીને શિવસેનામાં(Shivsena) ભંગાણ કરનારા એકનાથ શિંદે ગ્રુપે(Eknath Shinde Group) મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકોને(EX corporators) પોતાની તરફ ખેંચવાની યોજના બનવી લીધી છે. આ માટે, એકનાથ શિંદે દ્વારા ખાસ વ્યૂહરચનાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના દરેક બળવાખોર ધારાસભ્યને તેની ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવાય છે.
શિંદે ગુપ્રે જે રીતે શિવસેનાના ધારાસભ્યો, સાંસદો અને અન્ય શહેરોના નગરસેવકોને તબક્કાવાર તોડ્યા હતા, તે જ રીતે હવે મુંબઈમાં શિવસેનાના નગરસેવકો માટે શિંદે જૂથ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેથી હવે મુંબઈમાં શિવસેનાના કેટલા કોર્પોરેટરો શિંદે ગ્રુપમાં જોડાય છે, તેના પર સૌની નજર છે.
આ સમાચાર પણ વાંચો : આખરે ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી લીધી- ગુજરાતી અને મારવાડીઓ સંદર્ભે નું નિવેદન ફેરવી તોળ્યું
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ મુંબઈના દરેક બળવાખોર ધારાસભ્યને(rebel MLA) શિંદે જૂથમાં ચારથી પાંચ ભૂતપૂર્વ કોર્પોરેટરોને સામેલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈના પાંચ ધારાસભ્યો મંગેશ કુડાલકર(Mangesh Kudalkar), પ્રકાશ સુર્વે(Prakash Surve), યામિની જાધવ(Yamini Jadhav), સદા સરવણકર(Sada Saravankar), દિલીપ લાંડે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. એકનાથ શિંદેએ આ પાંચ લોકોને 'ઓપરેશન મુંબઈ'ની જવાબદારી સોંપી હોવાનું કહેવાય છે.
આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાની(BMC) સ્થાયી સમિતિના ઘણા વર્ષોથી અધ્યક્ષ રહેલા સાંસદ રાહુલ શેવાળે(MP Rahul Shewale) દ્વારા મુંબઈમાં શિવસેનાના કોર્પોરેટરોને તોડવાના મજબૂત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું રાજ્કીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તન અને વિપક્ષો પર તપાસ એજન્સીઓની નજરને કારણે મુંબઈમાં શિવસેનાના 40 થી 45 કોર્પોરેટરો ઉદ્ધવનો સાથ છોડશે તેવો અંદાજ છે.