Site icon

આગામી કોંગ્રેસ પક્ષનો પ્રમુખ ગાંધી પરિવારનો નહીં હોય– રાહુલ ગાંધીના આ બયાનને બહેન પ્રિયંકા નું સમર્થન

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
કોંગ્રેસમાં હાલ નેતૃત્વ પરિવર્તનની વાત ચર્ચાઈ રહી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ તરીકે જોવા માંગે છે. પરંતુ, રાહુલ ગાંધી પોતે આ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી બાદ, પોતાની હારની જવાબદારી સ્વીકારી રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. 

હાલમાં જ તેમણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મારે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની જરૂર નથી. 2019 ની ચૂંટણીની હાર માટે જવાબદાર છું એ સ્વીકારીને જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચૂક્યો છું, પાર્ટીને જ્યારે પણ મારી જરૂર હશે હું અહીં જ છું. મને દરેક કોંગ્રેસી પર વિશ્વાસ છે.. આથી જ પક્ષ માટે મારે ચૂંટણી લડવાની કે તેને મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની જરૂર નથી." 
રાહુલ ગાંધીના આ નિર્ણયને બહેન પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી માને છે કે એક 'બિન ગાંધી' વ્યક્તિની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂંક થવી જોઈએ. પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ઘણા સક્ષમ કોંગ્રેસીઓ છે, અને દરેક પર અમને ભરોસો છે."

Join Our WhatsApp Community

 રાહુલના રાજીનામાં બાદ ગયાં એક વર્ષથી સોનિયા ગાંધી કાર્યકારી પક્ષ પ્રમુખ તરીકે પદ સંભાળી રહયાં છે. પરંતુ બધા જાણે છે કે જલ્દીથી જ કોંગ્રેસે સ્થાયી પક્ષ પ્રમુખ ની નિમણૂક કરવી જ પડશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version