News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat) રાજ્યમાં વિધાનસભા(Assembly Election) ની ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક(Cabinet meeting) માં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code) લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ કર્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાત(Gujarat)માં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ને આપવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે બંધારણના પ્રકરણ 4 ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો :તૈયાર રહેજો- 1 નવેમ્બરથી મધ્યમ વર્ગના લોકો પર થશે મોટી અસર- ગેસ સિલિન્ડરની કિંમત સહિત આ નિયમોમાં થશે ફેરફાર
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વધુમાં કહ્યું કે, રામ મંદિર, કલમ 370, યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ જૂના મુદ્દા છે. જેમાં ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા અને દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને લોકોના મનમાં અસંતોષ પણ હતો. આજ સુધી જીએસટીના તમામ તમામ નિર્ણય સર્વાનુમતે જ થયા હોવાનું પણ રૂપાલાએ ઉમેર્યું હતુ. સરકાર સર્વાનુમતે નિર્ણય લે છે તે લોકશાહીની તાકાત છે.
ઉલ્લેખનીય છે કે છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : રાતના જલદી ઘરે પહોંચી જજો-આજે સેન્ટ્રલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે ચાર કલાકનો છે જમ્બો બ્લોક