News Continuous Bureau | Mumbai
કેરળ(Kerala)થી મુંબઈ(Mumbai) સહિત કોંકણ (Konkan) અને ગોવા(Goa)ના મોટાભાગમાં ચોમાસુ પહેલા જ આગળ વધી ચૂક્યું છે.દરમિયાન 24 કલાકમાં ગુજરાત(Gujarat)માં પણ ચોમાસા(monsoon)ની સત્તાવાર એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે.
જો કે છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી(rain) માહોલ જામ્યો છે. અમદાવાદ(Ahemdabad)માં ગઈકાલે(રવિવારે) રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
#Rain accompanied by #thunder and #lightning lashed #Ahmedabad, the first of the #season.@ahmedabadmirror pic.twitter.com/f4UHR2J1VM
— Jignesh Vora (@JigneshMIRROR) June 12, 2022
એક તરફ વરસાદના પગલે શહેરીજનોને ગરમી(heat) અને બફારાથી રાહત મળી હતી, તો બીજી તરફ વરસાદના કારણે કેટલાક ઠેકાણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી(water logged) ભરાઈ ગયા હતા.
શહેરના શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, સાયન્સ સિટી, ગોતા અને સોલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. જેના કારણે ટ્રાફિક જામ(traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ પાડોશી રાજ્યમાં સંભવિત નવી લહેરની શરૂઆત- મુખ્ય સચિવ બીજી વખત આવ્યા કોરાનાની ચપેટમાં-થયા હોમ ક્વોરન્ટાઈન
So monsoon arrived in #Ahmedabad #rain pic.twitter.com/pZwRJZCtaq
— ketan joshi (@KetJoshiEditor) June 11, 2022
વરસાદના પગલે અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પાણી-પાણી થઈ ગયું હતું. એરપોર્ટના ટર્મિનલ(terminal)માં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેનો નિકાલ કરતાં સફાઈ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.