News Continuous Bureau | Mumbai
Ahmedabad-Darbhanga Antyodaya Express: રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા આગામી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજાના તહેવારોને ( festivals ) ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ સ્ટેશન ( Prayagraj Station ) પર ચાલી રહેલા મોટા અપગ્રેડેશન હેઠળ પ્લેટફોર્મ નંબર 9 અને 10નું કામ આગળની સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બદલાયેલ રૂટ પર દોડનારી અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ( Express train ) તેના નિર્ધારિત રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
- 20 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર 2023 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીના રુટ પર દોડશે.
- 18 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર 2023 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના રુટ પર દોડશે
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો
આ સમાચાર પણ વાંચો : Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા