News Continuous Bureau | Mumbai
Ahmedabad: હાલમાં જ્યારે ગુજરાતના(Gujarat) ઈસ્કોન બ્રિજ પર ઘટેલી ઘટનાથી તો બધા જાણીતા જ છે. ઈસ્કોન બ્રીજ પર થયેલી ઘટનાથી પોલિસ(police) હવે રેશ ડ્રાઈવીંગ વિરોધ કાર્યવાહી કરી રહી છે. જેમાં હવે ઓવર સ્પીડ(overspeeding) વાહનોના વાહનચાલકો સામે કડક પગલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી ભયાવહ Iskcon Bridge Accident ના કેસમાં પોલીસની કાર્યવાહી જોવા જેવી છે. અમદાવાદના એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર નબીરાની જગુઆર કારે લોકોને અડફેટે (Iskcon Bridge Jaguar Accident) લેતા 9ના સ્થળ પર મોત નિપજ્યા હતાં. અકસ્માતની ઘટના બ્રિજ પરથી પસાર થતાં લોકોના ટોળા વળે છે. દરમિયાનમાં પૂરઝડપે આવતી જગુઆર કાર લોકોના ટોળા અને પોલીસ કર્મચારીઓને રમકડાંની જેમ ફંગોળી દે છે. આ ભયાવહ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ સહિત 9 લોકોના મોત નિપજે છે.
तेज गाड़ी चलाकर गाड़ी पलटाने वालों को गुजरात पुलिस कुछ इस तरह सबक़ सीखती है, क्या आप इससे सहमत हैं ? pic.twitter.com/wzfRjONsmr
— Brajesh Rajput (@brajeshabpnews) July 25, 2023
પોલીસે ડ્રાઈવરોને જાહેરમાં માર માર્યો હતો
તો ભવિષ્યમાં આવી ઘટના ન બને ને માસુમોના જીવ આવા એક્સિડંટથી ન જાય તેના માટે ગુજરાત પોલિસ હવે કડક પગલા ભરી રહી છે. જેથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરવા માટે એક ડર રહે…
તેથી ગુજરાત પોલીસ આ રીતે ઝડપી ગાડી ચલાવીને કાર પલટી મારનારાઓને પાઠ ભણાવે છે, શું તમે તેની સાથે સહમત છો? આવા કેપ્શન સાથે વિડીયો સોશ્યિલ મિડીયા પર મુકવામાં આવ્યો હતો. જેમાં પોલિસ ઓવર સ્પીડ વાહન ચાલકોને માર મારતી નજરે ચડી રહી છે ને તેમની સામે કાર્યવાહી કરતી દેખાઈ રહી છે.
માહિતી મળી આવે છે કે આ કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ(drink and drive) કેસમાં સંડોવાયેલા બે શખ્સોને મંગળવારે પોલીસે માર માર્યો હતો. કથિત રીતે આ બંને વ્યક્તિઓએ નશાની હાલતમાં રોડની બાજુમાં બનેલી ફૂટપાથ પર કાર ચલાવી હતી, જેમાં ઘણા લોકો બચી ગયા હતા. પોલીસે ડ્રાઈવરોને તે જ જગ્યાએ લઈ જઈને જાહેરમાં માર માર્યો હતો
આ સમાચાર પણ વાંચો : Pune: SRPF પરીક્ષામાં બ્લૂટૂથ માઇક્રોફોન અને સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને પરીક્ષા આપતા ચાર લોકો પકડાયા… જુઓ અહીંયા વિડીયો