ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ,14 એપ્રિલ 2021.
બુધવાર.
સમગ્ર દેશમાં જ્યાં કોરોના વકરી રહ્યો છે ત્યાંજ એનાથી બચવા રાજ્યની પાલિકા સતર્ક થઈ ને પગલાં ભર રહી છે. એ સંદર્ભે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની પલિકા એ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં RTPCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ કરાઈ છે. આજે સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડ ખાતે RTPCR ટેસ્ટ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકા(AMC) અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ RTPCR ટેસ્ટ કરાવી શકશે. એટલું જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સએપ થી મળી શકશે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં અતિ મોટો ઉછાળો નોંધાયો છે. નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. નવા 31 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરાયા છે. આ સાથે શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 407 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં કોરોના બેડ મામલે AMC એ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં ફરી એકવાર AMC ક્વોટા સિસ્ટમ શરૂ થશે. જેમાં એમઓયુ (Mou) કરેલી હોસ્પિટલમાં 2 થી 20 ટકા બેડ મળી શકશે. જેમાં એએમસી ક્વોટા માટે રિઝર્વ રહેશે. જોકે, તેમાં ખાસ વાત એ છે કે આ બેડમાં 108 સેવા દ્વારા લવાયેલા દર્દીઓને જ પ્રાધાન્ય અપાશે.
કૃષિપ્રધાન બરાબર ભડક્યા : હવે જો આફૂસ ના નામે બીજી કેરીઓ વેચી તો ખેર નથી..
