જેના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે જેની વિગતો નીચે મુજબ છે:
News Continuous Bureau | Mumbai
1. 18, 25 સપ્ટેમ્બર તથા 2, 9, 16, 23, 30 ઑક્ટોબર અને 6 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા રેનીગૂંટા, તિરુત્તાની, મેલપક્કમ, કાટપાડી અને વેલ્લોર કૅન્ટ ના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેનને તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.
આ ટ્રેન અરક્કોણમ, પેરંબુર, ચેન્નઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય.
2. 14, 21, 28 સપ્ટેમ્બર તથા 5, 12, 19, 26 ઑક્ટોબર અને 2, 9 નવેમ્બર 2025એ તિરુચિરાપલ્લીથી ચાલનારી ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા વેલ્લોર કૅન્ટ, કાટપાડી, મેલપક્કમ, તિરુત્તાની અને રેનીગૂંટાના રસ્તે ચાલશે. આ દરમિયાન તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ ટ્રેન ચેંગલપટ્ટુ, તાંબરમ, ચેન્નઈ સેન્ટ્રલ, પેરંબુર અને અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી મુસાફરી શરૂ કરે. ટ્રેનોની વિગતવાર માહિતી માટે કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે.