News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ કેટલાક મુદ્દાઓને લઈને ગરમાઈ રહ્યું છે. ભાજપ(BJP) આ વખતે ઐતિહાસિક 150 પ્લસ સીટો જીતવાના સપના જોઈ રહ્યું છે. તેમાં પણ કોંગ્રેસ(Congress) માટે કપરા ચઢાણ પણ છે. કેમ કે, કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર એઆઈએમઆઈએમ(AIMIM) તરાપ મારી શકે છે અને તેનો ફાયદો ભાજપને મળી શકે છે.
ભાજપ માટે એઆઈએમઆઈએમ આમ તો વિરોધમાં હંમેશા ચાલી રહી છે. અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) સતત ભાજપની નિંદા કરતા રહ્યા છે ત્યારે ગુજરાતમાં એઆઈએમઆઈએમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કેમ કે, એઆઈએમઆઈએમ તેના ઉમેદવારો ગુજરાતની તમામ લઘુમતી બેઠકો પર ઉતારશે. ત્યારે જે ઉમેદાવારો એઆઈએમઆઈએમ તરફથી ઉભા રહેશે ત્યાં બેઠક પર લઘુમતના મતોના(minority votes) ભાગલા પાડે. તેવી પુરેપુરી શક્યતાઓ છે. આ પ્રકારે અમદાવાદ કોર્પોરેશનના ઇલેક્શનમાં(Ahmedabad Corporation Election) પણ જોવા મળ્યું છે ત્યારે તેની જેમ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારે જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી
એઆઈએમઆઈએની ગુજરાતમાં ચૂંટણી પહેલા તૈયારીઓ પણ તેજ કરવામાં આવી રહી છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસીના એક પછી એક પ્રવાસો પણ યોજાઈ રહ્યા છે. અગાઉ જ્યારે ઓવૈસીની ગુજરાત મુલાકાત હતી ત્યારે ગુજરાતમાં જુહાપુરા સહીતના કેટલાક વિસ્તારોમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભાજપ પણ એઆઈએમઆઈએમ આ પ્રકારે વિવિધ સીટો પર ચૂંટણી લડે તેમ ઈચ્છતું હોય તેમ લાગી રહ્યું છે. ઓવૈસીના ગુજરાત પ્રવાસમાં તેમણે સુરક્ષા પણ આપવામાં આવી રહ્યું છે. ઓવૈસીને વીવીઆઈપીની જેમ પોલીસ પ્રોટેક્શન સહિતની સુવિધા પણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ઓવૈસીની દરેક સભાને પોલીસ સુરક્ષા સાથે પરમિશન પણ આપી દેવામાં આવે છે.
ખાસ કરીને એઆઈએમઆઈએમ આવતા તેમજ આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) કારણે કોંગ્રેસના મતો વધુ તૂટવાની શક્યતાઓ છે. જો કે, શહેરી વિસ્તારમાં ભાજપ માટે બીજો મોટો પડકાર આમ આદમી પાર્ટી પણ છે. જો કે, સૌથી વધુ વોટ કોંગ્રેસના તૂટવાની શક્યતા છે. કેમ કે, ગાંધીનગર કોર્પોરેશનમાં (Gandhinagar Corporation) ભાજપે અત્યાર સુધીની ઐતિહાસિત જીત મેળવી છે કેમ કે, આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસના વોટ વધુ તૂટ્યા હતા ત્યારે ભાજપને તેનો ફાયદો 40થી વધુ સીટો જીતવાનો મળ્યો હતો.