News Continuous Bureau | Mumbai
Air Marshal Nagesh Kapoor :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.
એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.
ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે.
શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Railway News : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય
તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.