ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
આવનારા દિવસો મા જન્માષ્ટમી, ગણપતિ થઈ લઈને નવરાત્રી જેવા તહેવારોની ભરમાર રહેશે. અને વાર તહેવારોમાં સેંકડો લોકોની ભીડ જમા થાય છે. ફરી કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે એકપણ તહેવાર ઉજવવા પાર પ્રતિબંધ મૂક્યો છે.
વડોદરાની મુલાકાતે આવેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, "સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ થશે નહીં. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. ઘરે જ ડોલમાં લોકોએ મૂર્તિનું વિસર્જન કરવું પડશે. નદી દરિયા કિનારે જવાશે નહીં. રાજ્યભરમાં સાતમ આઠમ ના તહેવારો, મોહરમના તાજીયા, ભાદરવી પૂનમ, તહેવારોમાં આયોજિત લોક મેળા, આરોગ્ય કેમ્પો, તરણેતરનો મેળો જેવાં કોઈ આયોજન કરી શકાશે નહીં.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.. અહીં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને 4 વર્ષ પૂરા કરવા બદલ આપ્યા અભિનંદન આપ્યા હતાં. તેઓએ કહ્યું કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.