News Continuous Bureau | Mumbai
Sikkim Landslide: સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના ( Heavy Rainfall ) પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતું.
સિક્કીમના ( Sikkim ) વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાતના આશરે ૩૦થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલા હોવાથી, ત્યાં ફસાયેલા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કીમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ ( Rescue Operation ) કરીને, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ( Gujarati tourists ) ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.
આ સમાચાર પણ વાંચો: Anupam kher: અનુપમ ખેર ની ઓફિસ માં થઇ ચોરી, કેટલાક સામાન સાથે આટલી રોકડ રકમ લઈને ફરાર થયા ચોર
આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

