News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) આજે ગાંધીનગર-મુંબઈ(Gandhinagar-Mumbai) વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બે રાજ્યોને રાજધાનીને વચ્ચેનું અંતર માત્ર છ કલાક 20 મિનિટનો સમય લાગશે. તો મુંબઈથી અમદાવાદ વચ્ચે સાડા પાંચ કલાકનો સમય લાગશે. મુંબઈકરાને આવતી કાલથી પહેલી વંદે ભારત એક્સપ્રેસની(Vande Bharat Express) સર્વિસ નિયમિતપણે મળવાની છે, ત્યારે શું તમે જાણો છો આ ટ્રેનમાં કઈ કઈ અત્યાધુનિક સુવિધાઓ (facilities) પ્રવાસીઓને મળવાની છે.
આ નવી સુપરફાસ્ટ એક્સપ્રેસને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર સ્ટેશનથી(Gandhinagar station) ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, આ ટ્રેન સેકન્ડ જનરેશન(Second generation) વંદે ભારત એક્સપ્રેસ છે, તે સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી ભારતની સેમી સુપરફાસ્ટ એક્સપ્રેસ છે, આ સંપૂર્ણ એરકન્ડિશન્ડ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ કારની સીટ હશે..
આ સમાચાર પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી- હવે ગાંધીનગરથી મુંબઈ માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે- જાણો સમયપત્રક અને ટિકિટ બુકિંગ વિશે
આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી(Mumbai Central) દરરોજ સવારે 6.10 વાગ્યે ઉપડશે અને 11.35 વાગે અમદાવાદ(Ahmedabad) તો બપોરે 12.30 વાગ્યે ગાંધી નગર સ્ટેશન પહોંચાડશે. તે જ દિવસે તે ગાંધી નગરથી 2.05 કલાકે ઉપડશે અને રાત્રે 8.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચશે.
મુંબઈ-અમદાવાદનું એસી ચેર કાર (CC) માટે ભાડું રૂ. 1,385 નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કાર(Executive Chair Car) (EC) માટે રૂ. 2,505 રૂપિયા છે. તેની સામે શતાબ્દીમા (ટ્રેન નંબર 12009 અને 10)માં એસી ચેર કાર માટે 1,106 અને એક્ઝિક્યુટિવ ચેર કાર મટે રૂ.2,085 છે. તો તેજસ એક્સપ્રેસ (ટ્રેન નંબર 82901 અને 82902)માં એસી ચેર કાર માટે 1,670 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કાર મટે 2,360 રૂપિયા છે.