News Continuous Bureau | Mumbai
Alwar Goods Train Accident : રાજસ્થાનના અલવરમાં શનિવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત ( Train Accident ) થયો હતો. અલવરથી રેવાડી જતી માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલ્વે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ટ્રેકના સમારકામનું કામ હાથ ધરાયુ હતું.
મળતી માહિતી મુજબ, અલવરમાં ( Rajasthan Alwar ) શનિવારે મોડી રાત્રે એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ( Train Derailed ) જતાં ભરી રેલવે અકસ્માતનો સીલસીલો ચાલુ જ છે. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રેલવે માર્ગનું સમારકામ શરૂ કર્યું હતું. આ અકસ્માત ( Railway Accident ) રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. માલગાડી અલવરથી રેવાડી માટે રવાના થઈ હતી, પરંતુ અલવરની બાબુ શોભારામ કોલેજ પાસે પહોંચતા જ માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રેલ્વે પ્રશાસન દ્વારા પાટા પરથી કોચ હટાવવાની કામગીરી રાતથી જ કરવામાં આવી રહી છે.
VIDEO | Rajasthan: Three wagons of a goods train derailed near Tijara gate in Alwar. Here’s what Jaipur ADRM Manish Goyal said as he reached the spot.
“At around 2.30 am, three wagons of a goods train derailed. Restoration work will soon be completed. No main route or train has… pic.twitter.com/Ok1fTisEGk
— Press Trust of India (@PTI_News) July 21, 2024
Alwar Goods Train Accident : ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે…
રેલવેના એડીઆરએમએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રે 2.30 વાગ્યે એક માલગાડી અલવરથી રેવાડી જઈ રહી હતી ત્યારે અલવરના તિજારા પુલિયા પાસે તેના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ બાદ અલવર-મથુરા રૂટ થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, પરંતુ હવે રસ્તો સાફ થઈ ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ સમાચાર પણ વાંચો : Jharkhand: ઝારખંડમાં 10 વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું હતુંઃ રિપોર્ટ… જાણો વિગતે.
હાલમાં રેલવે પ્રશાસન જેસીબીની મદદથી ત્રણેય કોચ ( Train Coach ) હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાની માહિતી મળતાની સાથે જ સેંકડો લોકોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. તે જ સમયે, રેલવે મેનેજમેન્ટ દ્વારા લોકોને ટ્રેકથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના અમરોહા રેલવે સ્ટેશન પાસે એક માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        