Alwar Goods Train Accident : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો ચાલુ; રાજસ્થાનમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલ ટ્રાફિક પ્રભાવિત.. જાણો વિગતે..

Alwar Goods Train Accident Train accidents continue in the country; 3 coaches derailed in Rajasthan, rail traffic affected.
Alwar Goods Train Accident Train accidents continue in the country; 3 coaches derailed in Rajasthan, rail traffic affected.

 News Continuous Bureau | Mumbai

Alwar Goods Train Accident : રાજસ્થાનના અલવરમાં શનિવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત ( Train Accident )  થયો હતો. અલવરથી રેવાડી જતી માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલ્વે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ટ્રેકના સમારકામનું કામ હાથ ધરાયુ હતું.  

મળતી માહિતી મુજબ, અલવરમાં ( Rajasthan Alwar  ) શનિવારે મોડી રાત્રે એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ( Train Derailed ) જતાં ભરી રેલવે અકસ્માતનો સીલસીલો ચાલુ જ છે. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રેલવે માર્ગનું સમારકામ શરૂ કર્યું હતું. આ અકસ્માત ( Railway Accident ) રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. માલગાડી અલવરથી રેવાડી માટે રવાના થઈ હતી, પરંતુ અલવરની બાબુ શોભારામ કોલેજ પાસે પહોંચતા જ માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રેલ્વે પ્રશાસન દ્વારા પાટા પરથી કોચ હટાવવાની કામગીરી રાતથી જ કરવામાં આવી રહી છે. 

Alwar Goods Train Accident : ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે…

રેલવેના એડીઆરએમએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રે 2.30 વાગ્યે એક માલગાડી અલવરથી રેવાડી જઈ રહી હતી ત્યારે અલવરના તિજારા પુલિયા પાસે તેના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ બાદ અલવર-મથુરા રૂટ થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, પરંતુ હવે રસ્તો સાફ થઈ ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો  : Jharkhand: ઝારખંડમાં 10 વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું હતુંઃ રિપોર્ટ… જાણો વિગતે.

હાલમાં રેલવે પ્રશાસન જેસીબીની મદદથી ત્રણેય કોચ ( Train Coach ) હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાની માહિતી મળતાની સાથે જ સેંકડો લોકોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. તે જ સમયે, રેલવે મેનેજમેન્ટ દ્વારા લોકોને ટ્રેકથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે આ પહેલા શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના અમરોહા રેલવે સ્ટેશન પાસે એક માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!