News Continuous Bureau | Mumbai
- યાત્રાળુઓ માટે યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવામાં બધાએ અનોખું યોગદાન આપ્યું છે – ગૃહમંત્રી
- આ વર્ષે 52 દિવસ સુધી ચાલનારી પવિત્ર યાત્રા દરમિયાન 5.12 લાખથી વધુ તીર્થયાત્રીઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હોવાનો રેકોર્ડ છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શ્રી અમરનાથ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ સુરક્ષા કર્મચારીઓ, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃMangal Prabhat Lodha: મુંબઈ ઉપનગરોમાં મહિલાઓને વિશેષ ‘સુરક્ષા કવચ‘, આ તારીખથી યુવતિઓને મળશે સ્વ-રક્ષણની તાલીમ..
श्री अमरनाथ जी की पवित्र यात्रा सफलतापूर्वक संपन्न हुई। 52 दिनों तक चली इस पवित्र यात्रा में इस बार रिकॉर्ड 5.12 लाख से अधिक तीर्थयात्रियों ने बाबा के दर्शन किये, जो कि बीते 12 वर्षों की सर्वाधिक संख्या है।
इस यात्रा को सफल बनाने के लिए हमारे सभी सुरक्षा कर्मियों, श्री अमरनाथ जी…
— Amit Shah (@AmitShah) August 21, 2024
એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, શ્રી અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 52 દિવસ સુધી ચાલેલી પવિત્ર યાત્રા દરમિયાન 5.12 લાખથી વધારે યાત્રાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી, જે છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ છે. શ્રી શાહે આ યાત્રાને સફળ બનાવવા બદલ તમામ સુરક્ષા કર્મચારીઓ, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યાત્રાળુઓ માટે યાત્રાને સુરક્ષિત અને સરળ બનાવવામાં તમામે અનોખું પ્રદાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, બાબા દરેક પર પોતાનાં આશીર્વાદ જાળવી રાખે. જય બાબા બર્ફાની!
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.