Site icon

ખુશખબર!! આદ્ય શક્તિપીઠ અંબાજી ધામ બન્યું ગુજરાતનું પ્રથમ ISO: 9001 સર્ટિફિકેટ ધરાવતું યાત્રાધામ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

23 જુલાઈ 2020

દેશ દુનિયામાં પ્રસિધ્ધ ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ISO 9001 સર્ટીફિકેટ આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેક્ટરને ગાંધીનગરમાં અર્પણ કર્યું. આ સર્ટીફીકેટની માન્યતા ત્રણ વર્ષની રહેશે અને દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારા ની ચકાસણી થશે..

આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ અંબાજી યાત્રાધામમાં આવતા યાત્રિકોને પૂજા, યજ્ઞ, પાર્કિંગ, દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધિ પ્રસાદ વ્યવસ્થા, નિવાસ સુવિધા વગેરે બાબતોની જાણકારી માટે ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટીફિક એપ્રોચ સાથેના સી.સી.ટીવી સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર વ્યૂહાત્મક સુરક્ષા નિગરાની તેમજ સુરક્ષિત અને હાઇજેનીક-આરોગ્યપ્રદ ખોરાક-ભોજન પ્રસાદ સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓને પગલે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 

'ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન' (ISO) એ યુ.કે સ્થિત સંગઠન છે અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ, પર્યાવરણની જાળવણી તેના ઉપાયો અને સુરક્ષા-સલામતિની જેવી બાબતોના મૂલ્યાંકનના આધારે ISO સર્ટીફિકેશન આપવામાં આવે છે.. ISO ના માપદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતાં આ સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version