News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray(નું મુખ્યમંત્રી પદે(CM post)થી ખસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવું લાગે છે. બુધવારે મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન વર્ષા(Varsha Bunglow)થી પોતાનો બધો સામાન ખસેડી લીધો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનો પણ ગાડીમાં બેસીને બાંદ્રા સ્થિત માતૃશ્રી(Matoshree) નિવાસસ્થાન માટે રવાના થઇ ગયા હતા.
#MaharashtraPoliticalCrisis | Chants of "Shiv Senecha wagh aala" as Uddhav Thackeray, family greet cadre while entering Matoshree, their private residence. The Thackerays left the official CM residence amid the ongoing rebellion in #ShivSena .@TheQuint @QuintHindi @himansshhi pic.twitter.com/pcOTu26L8q
— Eshwar (@hey_eshwar) June 22, 2022
આવા સમયે ઘણી મોટી સંખ્યામાં શિવસૈનિકો માતૃશ્રી પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં અનેક જગ્યાએ તેમના પર ફૂલવર્ષા કરવામાં આવી હતી. તેઓ જ્યારે માતૃશ્રી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. તેમજ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જુઓ વિડિયો.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ