ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ મોલ, બાગ-બગીચા, મલ્ટીપ્લેક્સ થિયેટરો, સરકારી કચેરીઓ આ તમામ સ્થળો પર પ્રવેશતા પહેલા વેક્સિનના બે ડોઝ લેવા ફરજિયાત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતના થોડા દિવસોમાં ચેકિંગ જાેવા મળતું હતું. જેમાં કોરોના વેક્સિન લીધા ના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ જાણે તંત્રે આ બાબતની ગંભીરતાને ધ્યાન લેવાનું બંધ કરી દીધું હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. અઠવાગેટ વિસ્તારમાં આવેલી ચોપાટી ખાતે લોકો સાંજના સમયે મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં પણ લોકો બેધડક ચોપાટીમાં કોઈપણ પ્રકારના માસ્ક વગર પ્રવેશી રહ્યા છે. ચોપાટીના ગેટ ઉપર વહીવટી તંત્ર દ્વારા નાનું પોસ્ટર લગાવી દેવામાં આવ્યું છે કે, અંદર પ્રવેશવા પહેલા વેક્સિનના બે ડોઝ લીધેલા ફરજિયાત હોવા જાેઈએ. જાે વ્યક્તિના બે ડોઝ લીધા ના હોય તો તેમને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. પરંતુ સ્થળ મુલાકાત કરતા જાણવા મળ્યું કે, ચોપાટીના ગેટ ઉપર કોઈ જ એવા કર્મચારી ન હતા કે, જે ચોપાટીમાં પ્રવેશતા લોકોના સર્ટીફીકેટ ચેક કરે. શહેરના બાગ બગીચા જેવી જ સ્થિતિ શહેરના મોલમાં પણ જાેવા મળી રહી છે. શહેરના મોલમાં પણ માસ્ક વગર લોકો પ્રવેશી રહ્યા છે. મોલમાં પ્રવેશનાર વ્યક્તિએ-વ્યક્તિઓના બે ડોઝ લીધા છે કે, કેમ તે તપાસનાર પણ કોઈ હાજર ન હતું. લોકો બેરોકટોક મોલમાં પ્રવેશતા જાેવા મળ્યા હતા. મોલમાં જે ખાનગી સુરક્ષા હોય છે.તેમના કર્મચારીઓ દ્વારા પણ મોલમાં પ્રવેશનાર વ્યક્તિના બે ડોઝ લીધા છે કે, કેમ તે તપાસવાની તસ્દી લીધી ન હતી. મોલ, બાગ બગીચાની સાથે સરકારી કચેરીઓની પણ આ જ સ્થિતિ જાેવા મળી રહી છે. સુરત જિલ્લા સેવા સદનમાં પણ રોજના હજારો લોકો પોતાના કામકાજ માટે આવતા હોય છે. અહીં પણ કોઈપણ પ્રકારની તપાસ કોઈના દ્વારા કરવામાં આવી રહી ન હતી. કલેકટર ઓફિસના મુખ્ય દરવાજા ઉપર કચેરીમાં પ્રવેશ કરનાર વ્યક્તિએ ડોઝ લીધા છે કે, કેમ? તે અંગે પુછપરછ પણ કરવામાં નથી આવતી અને તેના સર્ટિફિકેટ પણ તપાસવામાં નથી આવી રહ્યા. એટલું જ નહીં પરંતુ જિલ્લા સેવા સદનમાં પ્રવેશતા ઘણા એવા વ્યક્તિઓ હતા કે, જેમના દ્વારા માસ્ક પણ પહેરવામાં આવ્યા ન હતાકોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે વિશ્વભરમાં ખળભળાટ ફેલાયો છે.નવો વેરિએન્ટ કેટલો ઘાતક છે. તેને લઈને પણ હજુ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જાે કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સ્થિતિઓ ઊભી થાય તે પહેલા કોર્પોરેશન દ્વારા તમામ જાહેર મિલકતોમાં પ્રવેશવા માટે વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા ફરજિયાત જાહેર કરાયું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાય તે માટે વ્યવસ્થા પણ ઉભી કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ જ્યારે રિયાલિટી ચેક કરીએ ત્યારે જગ્યા ઉપર સુવિધાનો અભાવ જાેવા મળ્યા અને લોકો તો વેક્સિન તો ઠીક માસ્ક વગર જાેવા મળ્યા હતા.
રાજકોટવાસીઓને આ વર્ષમાં મળશે હીરાસર એરપોર્ટની ભેટ, અત્યાર સુધીમાં આટલા ટકા કામ થયું પૂર્ણ