News Continuous Bureau | Mumbai
Andhra Pradesh: આંધ્રપ્રદેશના તિરુપતિના એસવી ઝૂ પાર્કમાં ( SV Zoo Park ) એક અત્યંત દુ:ખદ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. એસવી ઝૂ પાર્કમાં સેલ્ફી ( Selfie ) લેવા માટે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે સિંહના ( Lion ) ઘેરાવમાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન સિંહે તેના પર હુમલો ( Lion Attack ) કર્યો હતો. જેમાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાંજરામાં સિંહે ( Lion Cage ) તે વ્યક્તિના ગળા પર હુમલો કર્યો હતો, પરિણામે યુવકનું મૃત્યુ થયું હતું.
આ દુ:ખદ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મૃતક યુવક, કથિત રીતે નશાની હાલતમાં, પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓની ( zoo staff ) ચેતવણીઓ આપવા છતાં સિંહો માટે ખાસ બનાવવામાં આવેલા વિસ્તારમાં જ્યાં સિંહો માટે ખોરાક ફેંકવામાં આવે છે તેમાં પ્રવેશ કર્યો હતો. તેણે સિંહો સુધી પહોંચવા માટે છેલ્લો દરવાજો પણ પાર કર્યો હતો. યુવકે જ્યારે સિંહના ઘેરાવનો દરવાજો ઓળંગીને સિંહ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે સિંહે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ઝૂના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના પછી પ્રાણી સંગ્રહાલયમાં વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
મૃતકે ચેતવણીઓની અવગણના કરી અને કર્મચારીઓની વાત માની નહીં..
ઘટના બન્યા બાદ, પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે કાર્યવાહી કરીને તમામ મુલાકાતીઓને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને નવા મુલાકાતીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. મામલાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેણે ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી. જેમાં હાજર મુલાકાતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક યુવક સિંહે હુમલો કર્યો ત્યારે બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઝાડ પર ચઢી ગયો હતો. પરંતુ થોડી વાર પછી તે ઝાડથી નીચે પડી ગયો હતો. જે બાદ સિંહે યુવકના ગળામાં હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતાં મૃત્યુ પામ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Delhi fire: દિલ્હીની પેઇન્ટ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, 11 કામદારો જીવતા હોમાયા, અનેક ઘાયલ; જુઓ વિડિયો..
આ સમગ્ર અકસ્માત અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટના બાદ કોઈને ત્યાં જવા દેવામાં આવ્યા ન હતા. સિંહ સાથે સેલ્ફી લેવા માટે અતિશય ઉત્સાહી યુવકે તમામ નિયમો અને શરતોને તોડીને સિંહના ઘેરામાં ઘૂસી ગયો હતો અને તેનો કરુણ અંત આવ્યો હતો.