ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 એપ્રિલ 2021.
બુધવાર.
હિન્દુસ્તાનમાં ગ્રાહક મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક કાર ખરીદી કરવાની પસંદ કરે છે. જેનાથી પ્રદૂષણ પણ ઘણું જ ઓછું થાય છે. દિલ્હી પછી આંધ્રપ્રદેશ સરકારે પણ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને માટે પ્રોત્સાહન આપવા મોટું પગલું ભર્યું છે.
આંધ્રપ્રદેશ સરકાર પોતાના કર્મચારીઓને કેન્દ્ર સરકારની એજન્સીના મદદથી ઈએમઆઈ પર ઈલેક્ટ્રીક સ્કૂટર આપવાની યોજના પર વિચાર વિમર્શ કરી રહી છે. જોકે રાજ્ય સરકાર હાલમાં કામ કરતાં કર્મચારી સિવાય સહકારી અને સાર્વજનિક ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિઓ તથા પેન્શન ધારક કર્મચારીઓને પણ આ યોજનામાં સમાવેશ કરવાનો વિચાર કરી રહ્યા છે.
આંધ્ર પ્રદેશ સરકારના આ પગલાથી ફક્ત પ્રદૂષણ ફેલાતા તો અટકશે પરંતુ લોકોનો પેટ્રોલ અને ડીઝલના ખર્ચનો ભાર પણ ઓછો થશે. સિંગલ ચાર્જ દ્વારા આ ઈલેક્ટ્રીક સ્કૂટર 40 થી 100 કિલોમીટર સુધીનું અંતર આસાનીથી કાપી શકે છે. આ સિવાય ગ્રાહકને ત્રણ વર્ષ સુધી મફત સર્વિસ ની સુવિધા પણ આપવામાં આવશે જ્યારે સરકારી કર્મચારીઓ 24 થી 60 મહિનાની અંદર ઈલેક્ટ્રીક સ્કૂટર ની રકમ સહેલાઈથી ચૂકવી શકે છે.
ક્રિકેટના સુપરસ્ટાર ધોની ના માતા પિતા ને થયો કોરોના. કેવું છે સ્વાસ્થ્ય? જાણો અહીં…
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ (EV)પાર્ક વિકસિત કરવા માટે 500 થી 1000 એકર જેટલી જમીન ફાળવી છે.