News Continuous Bureau | Mumbai
Bharuch: રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નર્મદા નદી ( Narmada river ) બે કાંઠે થતા ભરૂચ-અંકલેશ્વરમાં ( Ankleshwar ) સ્થિતિ વિકટ બની છે. નર્મદાનું જળસ્તર ( water level ) ઐતિહાસિક 41 ફૂટને સ્તરને પાર કરી ગયું છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા વાગરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે, ગુજરાતની ( Gujarat ) જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.
અંકલેશ્વર બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ઘૂસ્યા
અંકલેશ્વરની વાત કરીએ તો છેલ્લા 1-2 દિવસથી સતત પડી રહેલા વરસાદના ( Rainfall ) કારણે આખું શહેર બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ, ભરૂચ – અંક્લેશ્વર માર્ગ, સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે. માહિતી મુજબ, અંકલેશ્વરના બોરભાઠા બેટ, છાપરા, કાશિયા, ખાલપિયા અને સરફુદીન ગામમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે.
આ સમાચાર પણ વાંચો : CM Nitish Kumar: ‘હું પત્રકારોના સમર્થનમાં છું’, I.N.D.I.A. ગઠબંધનના 14 ટીવી એન્કર પર પ્રતિબંધના મુદ્દે બોલ્યા સીએમ નીતીશ કુમાર
સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી
અંકલેશ્વરના હાંસોટ રોડ ખાતે આવેલી 15 જેટલી સોસાયટીઓમાં મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને મકાનની છત પર રહેવા ફરજ પડી છે. સોસાયટીઓના પહેલા માળ સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર દ્વારા પણ રાત-દિવસ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચની સ્થિતિ પણ વિકટ બની છે. ભરૂચમાં પણ નર્મદાના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.