ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુન 2020
કોવિડ-19 ની બીમારી ને નામે મુંબઈની જાણીતી અને ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. કોરોનાની શરૂઆતમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર બાદ દર્દીઓની સંખ્યા વધતા, મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખાનગી હોસ્પિટલોમાં પણ 20 ટકા જેટલા બેડ દર્દીઓ માટે અનામત રાખવાના આદેશ સરકારે આપ્યા હતા પરંતુ, ત્યાં સરકાર દ્વારા ફિક્સ રકમ આપવામાં આવતી હોવાથી ખાનગી હોસ્પિટલો એ હોસ્પિટલમાં બેડ ખાલી નથી એમ કંહી ઉઘાડેછોગ કરોનાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. આ લૂંટ પણ જેવી તેવી નથી પરંતુ લાખો રૂપિયાના બિલ આપ્યા હોવાનું સામે આવ્યું છે. જો તમારે પણ કોઈ આવી લૂંટ ચલાવતી હોસ્પિટલ ની ફરિયાદ કરવી હોય તો નીચેના નંબર પર ઈમેલ કરી શકો છો….
covid19nodal1@mcgm.gov.in
covid19nodal2@mcgm.gov.in
covid19nodal3@mcgm.gov.in
covid19nodal4@mcgm.gov.in
covid19nodal5@mcgm.gov.in ..