ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
આજના જમાનામાં પણ એવા રાજકારણીઓ છે. જેને જોઈને સાંભળીને આપડે પ્રેરણા લઇ શકીએ.. એવા જ એક છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ. આ દિવસોમાં તવાંગ જિલ્લામાં પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આવેલા મુકટોના પ્રવાસે છે. આ ગામ સુધી પહોંચવા માટે 11 કલાક પગે ચાલીને ત્યાં પહોંચ્યા હતા. 41 વર્ષીય પેમા ખાંડુ પહાડી રસ્તાઓ અને જંગલની વચ્ચેથી પસાર થતા તવાંગ જિલ્લાથી 97 કિમી દુર લુગુતાંગ ગામ પહોંચ્યા હતા. CM એ પોતે આ વાતની જાણકારી ટ્વીટ કરી હતી અને તેમણે પોતાના સફરનો વીડિયો શેર કર્યો હતો.
મુખ્યમંત્રી ખાંડુએ ટ્વીટ કર્યુ કે 16 હજાર ફુટ ઉંચી કારપુ-લા પહાડી પાર કરી 14 હજાર 500 ફીટ ઉંચાઈ પર સ્થિત લુગુથાંગ ગામ સુધીનો સફર ઘણો મુશ્કેલ રહ્યો હતો. આ ગામ સમુદ્રની સપાટી થી 14500 ફુટ ઉપર છે. આ ગામમાં માત્ર 10 ઘરો જ છે જેમાં 50 લોકો રહે છે. અરુણાચલ પ્રદેશમાં આવેલા લુગુથાંગ ગામના લોકો મુખ્યત્વે યાકનું પાલનપોષણ કરી પોતાનું જીવન ગુજારે છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ જ્યારે ચાલતા-ચાલતા આ અંતરિયાળ ગામડાની મુલાકાતે ગયા ત્યારે તેમની સાથે તે ગામનો એક રહેવાસી અને એક ગાર્ડ હતો. આ અંતરિયાળ ગામડામાં પેમા ખાંડુ બે રાત સુધી રોકાયા હતા અને ત્યાંના રહેવાસીઓના જો કોઈ પ્રશ્ન હોય તો તે વિશે ચર્ચા કરી હતી. પેમા ખાંડુએ આ ગામના રહેવાસીઓને કહ્યું કે 'દરેક વિસ્તારના છેવાડાના માનવી સુધી અમે લાભ પહોંચાડવા માગીયે છીએ.'