Site icon

Teachers Day: શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પ્રતિભાશાળી શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે આ પુરસ્કાર

Teachers Day: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અપાશે. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહેશે

As part of Teacher's Day celebrations in Gujarat, talented teachers will be given 'Best Teacher Award' by Governor Acharya Devvrat.

As part of Teacher's Day celebrations in Gujarat, talented teachers will be given 'Best Teacher Award' by Governor Acharya Devvrat.

News Continuous Bureau | Mumbai

Teachers Day: પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

Join Our WhatsApp Community

ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આજે 28 જેટલા શિક્ષકોને ( Gujarat Teachers ) શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ( Acharya Devvrat ) હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) ઉપસ્થિત રહેશે.

શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના ( Gujarat Government ) શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Agastya and Suhana: કોલ મી બે ના પ્રીમિયર પર કંઈક આ રીતે કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અગત્સ્ય નંદા, વિડીયો થયો વાયરલ

સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રીના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version