News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) નવા નીમાયેલા મુખ્ય પ્રધાન(Chief minister) એકનાથ શિંદેની(Eknath Shinde) સરકારના વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસના(Congress) એક ડઝનથી પણ વધુ ધારાસભ્યો ગેરહાજર રહેતા નવી ચર્ચાએ જોર પક્ડયું છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા(Senior leader) અશોક ચવ્હાણ(Ashok Chavan) સહિત કોંગ્રેસના નેતાઓએ સોમવારે વિશ્વાસ મત દરમિયાન ગેરહાજર રહેતા મહાવિકાસ આઘાડીને(Mahavikas Aghadi) ફટકો પડ્યો છે.
વિધાનસભામાં વિશ્વાસ મતની(Trust vote) ગણતરી દરમિયાન ગેરહાજર રહેવા બાબતે અશોક ચવ્હાણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે જાણી જોઈને મત નહીં આપવાનો કોઈ સવાલ આવતો નથી. વિધાનસભાની બિલ્ડિંગમાં(Assembly building) આવતા તેમને મોડું થવાથી તેઓ વિશ્વાસ મત દરમિયાન ભાગ લઈ શક્યા નહોતા.
આ સમાચાર પણ વાંચો : વળતા પાણી- ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો- શિંદે સરકાર આદિત્ય સહિત 14 ધારાસભ્યોને ડીસ્કવોલિફાય કરવાના માર્ગે-જાણો વિગત
કોંગ્રેસના 11 ધારાસભ્યોએ વોટ કર્યા નહોતા ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે 2019માં ભાજપને(BJP) સત્તા બહાર રાખવા માટે મહા વિકાસ આઘાડી માં જોડાઈ જનારી કોંગ્રેસ હવે તેમાંથી બહાર નીકળવા માંગે છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ પણ છે.
જોકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના(All India Congress Committee) જનરલ સેક્રેટરી(General Secretary) એચ.કે.પાટીલે(HK Patil) આ તમામ વાતોને એક અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી(NCP) અને શિવસેનાની સાથે જ છે.