News Continuous Bureau | Mumbai
Ashok Chavan Statement: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ( Ashok Chavan ) આજે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી ( BJP ) માં જોડાયા છે. અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. ચંદ્રશેખર બાવનકુળેએ ( Chandrashekhar Bawankule ) તેમને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું હતું. બાવનકુળેએ અશોક ચવ્હાણને ગળામાં ભગવો પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.
શોક ચવ્હાણની જીભ લપસી
જોકે ભાજપમાં તેમનું સ્વાગત કરવા માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મંચ પર બોલતી વખતે અશોક ચવ્હાણની જીભ લપસી ગઈ હતી. અશોક ચવ્હાણે ભૂલથી મુંબઈ ભાજપના ( Mumbai BJP ) વડા આશિષ શેલારને ( Ashish Shelar ) ‘મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ’ તરીકે સંબોધ્યા. જેના પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય લોકો હસવા લાગ્યા. અશોક ચવ્હાણ આજે મુંબઈમાં ભાજપમાં જોડાયા બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) તેમને સુધારતા જોવા મળ્યા હતા. ભૂલ બદલ માફી માંગતા ચવ્હાણે કહ્યું કે, “હું હમણાં જ ભાજપમાં જોડાયો છું. તેથી જ મારાથી ભૂલ થઈ. હું 38 વર્ષ કોંગ્રેસમાં ( Congress ) રહીને ભાજપમાં જોડાઈને એક નવી સફર શરૂ કરી રહ્યો છું.”
અશોક ચવ્હાણનો આ વીડિયો જુઓ
Abhi bhi bol raha hai, mumbai congress ke adhyaksh 😭😭
Ek time to laga ashok chavan aur harshawardhan patil fadnvis ko congress pravesh de rahe hai 🙂pic.twitter.com/iY3AtF10gP
— Swapnil 😎 (@Swapnil35550095) February 13, 2024
અશોક ચવ્હાણે વધુમાં કહ્યું કે, તેઓ હંમેશા “સકારાત્મક રાજનીતિ”નો ભાગ રહ્યા છે. “વડાપ્રધાને ‘સબકા સાથ, સબકા વિકાસ’નું વચન આપ્યું છે. કેટલીકવાર મારા પર તેમનો વિરોધ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ મેં હંમેશા સકારાત્મક રાજનીતિ કરી છે.”
આ સમાચાર પણ વાંચો : Closing Bell : શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ! સેન્સેક્સ- નિફ્ટી ઉછાળા સાથે બંધ, આ કંપનીના શેરએ રોકાણકારો બનાવ્યા માલામાલ..
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
આ પ્રસંગે બોલતા દેવેન્દ્ર ફડણવીસે અશોક ચવ્હાણના વખાણ કર્યા હતા. ફડણવીસે કહ્યું, આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે. રાજ્યમાં એક વરિષ્ઠ નેતૃત્વ ભાજપમાં પ્રવેશ કરી રહ્યું છે. જેમણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જીતી છે. ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે અશોક ચવ્હાણ, જેમણે વિવિધ મંત્રી પદ સંભાળ્યા હતા અને બે વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું કે અમે સારી રીતે જાણીએ છીએ કે અશોક ચવ્હાણની મદદ ક્યાં લેવી જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)