Site icon

Ashwini Bhide : IAS અશ્વિની ભીડે હવાઈ મુસાફરી બાદ બ્રિટીશ એરવેઝ પર લગાવ્યા રંગભેદના આરોપ.. કહ્યું હજી પણ જાતિવાદ… જાણો શું છે આ આખો કિસ્સો..

Ashwini Bhide : અશ્વિની ભીડે, જેઓ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના વડા છે, તેમણે એક્સ પોતાને થયેલ બ્રિટીશ એરલાઈન્સનો અનુભવ વર્ણવ્યો હતો અને એરલાઈનની ટીકા કરી હતી. જેમાં એરલાઈન્સ તેને 'કોમન પ્રેક્ટિસ' કહે છે.

Ashwini Bhide accuses British Airways of racism after After Company Downgrades Premium Economy Seat

Ashwini Bhide accuses British Airways of racism after After Company Downgrades Premium Economy Seat

News Continuous Bureau | Mumbai

Ashwini Bhide : બ્રિટિશ એરવેઝે તેની એક ફ્લાઈટમાં ઓવરબુકિંગના ( overbooking ) ખોટા બહાના હેઠળ ભારતીય IAS અધિકારી અશ્વિની ભીડેની ટિકિટ ( Flight ticket ) પ્રિમિયમ ક્લાસથી ડાઉનગ્રેડ કરી ઈકોનોમી ક્લાસ કરી હતી. જે બાદ એરવેઝના આ પગલાની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. મુસાફરી બાદ IAS અધિકારીએ બ્રિટિશ એરલાઇન પર ભેદભાવનો ( Racism ) આરોપ લગાવ્યો છે. 

Join Our WhatsApp Community

IAS ઓફિસર ( IAS officer ) અશ્વિની ભીડે જે મુંબઈ મેટ્રોની એક્વા લાઇન પર તેમના કામ માટે જાણીતી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુંબઈ એરપોર્ટ, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, “શું તમે લોકોને છેતરો છો, મુસાફરો સાથે જાતિવાદી નીતિ અનુસરો છો ? ચેક-ઇન કાઉન્ટર પર પ્રીમિયમ ઇકોનોમી ટિકિટ ( Premium economy ticket ) બુક કરાવનાર મુસાફરને ઓવરબુકિંગના ખોટા બહાને કોઇ વળતર આપ્યા વિના ડાઉનગ્રેડ કરી ઇકોનોમી સીટ પર બેસાડીને મુસાફરી કરાવો છો. શું બ્રિટિશ એરવેઝ હંમેશા મુસાફરો સાથે આ રીતે જ વર્તે છે?”

આ સમાચાર પણ વાંચો :  IND vs AFG: રોહિત શર્મા હવે આ શરમજનક રેકોર્ડની સૌથી નજીક…. આ સિદ્ધી હાંસલ કરી રચશે ઈતિહાસ.. જાણો શું છે આ ખાસ રેકોર્ડ…

બ્રિટીશ એરલાઈન્સે ( British Airways ) આ સંદર્ભે માંફી માંગી હતી..

અશ્વિની ભિડેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એરલાઈને કહ્યું હતું કે, ‘જે થયું તે સાંભળીને અમે દુઃખી છીએ અને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ.’ ઘણા યુઝર્સે અશ્વિની ભિડેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને એરલાઈનને તેની કાર્યવાહી માટે ટીકા કરી છે.

આ સંદર્ભે, પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું હતું કે, ‘હું મુંબઈથી લંડન જઈ રહ્યો હતો ત્યારે મને બિઝનેસ ક્લાસમાંથી ક્રેપી પ્રીમિયમ ઈકોનોમીમાં ( premium class ) ડાઉનગ્રેડ કરવામાં આવ્યો હતો અને હું હજુ પણ ભાડામાં રિફંડની રાહ જોઈ રહ્યો છું.’

Michigan Pile-up Accident: અમેરિકાના મિશિગનમાં બરફીલા તોફાનનો કહેર; હાઈવે પર 100 થી વધુ વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત.
Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની સીધી કાર્યવાહીની ધમકી; કયા દેશ પર અમેરિકા ત્રાટકશે? જાણો આંતરરાષ્ટ્રીય રાજકારણના સૌથી મોટા સમાચાર
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Exit mobile version