News Continuous Bureau | Mumbai
ASI Survey : જ્ઞાનવાપી સંકુલમાં છ તહેખાના સિવાય અન્ય ઘણા તહેખાના છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) ની ટીમે પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર ( GPR ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાથ ધરાયેલા સર્વેક્ષણમાં માં જ્ઞાનવાપી (Gyanvapi ) પરિસરમાં છ તહેખાના ખુલ્લા હોવાનું જણાયું હતું. ASIની ટીમ અહીં પણ પહોંચી હતી. તેમ જ હજી વધુ ચાર ભોંયરાઓની પુષ્ટિ કરવામાં આવી છે. સર્વે રિપોર્ટમાં ( survey report ) સ્પષ્ટતા કરવામાં આવી છે કે દક્ષિણના ભોંયરાઓમાંથી હિંદુ ધર્મ સંબંધિત પ્રતીકો મળી આવ્યા છે. એ જ રીતે ઉત્તરમાં પણ એક ભોંયરું છે, જે બંધ છે.
જીપીઆર સર્વે રિપોર્ટમાં ( gyanvapi asi survey ) કહેવામાં આવ્યું છે કે ચબુતરાની નીચે તહેખાના વિસ્તારમાં બેઝમેન્ટની છત છે. તેનો ઉપરનો ભાગ ખુલ્લો છે, પરંતુ નીચેનો ભાગ કાટમાળથી ભરેલો છે. તેમાં ઘણો કાટમાળ ભરીને બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પ્લેટફોર્મના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ઘણા નાની ખાલી જગ્યાઓ અથવા આંશિક રીતે ભરાયેલા ત્રણ-મીટર-પહોળા ભોંયરાઓ છે. આમાં નવ ચોરસ મીટરના કદના રૂમ પણ છે, જેની દિવાલો એક મીટર પહોળી છે. દક્ષિણ દિવાલ તરફ ખુલ્લી જગ્યાઓ છે, જેને હવે સીલ કરી દેવામાં આવી છે, કારણ કે GPR સિગ્નલમાં 1-2 મીટર પહોળા અલગ પેચ જોવા મળ્યા છે. ભોંયરામાં ઉત્તર બાજુએ કાર્યાત્મક દરવાજા ખોલવામાં આવ્યા છે.
પૂર્વ બાજુએ 2 મીટર પહોળાઈના 3 થી 4 ભોંયરાઓ છેઃ અહેવાલ..
જીઆરપી અહેવાલ વધુમાં જણવવામાં આવ્યા અનુસાર, પૂર્વ બાજુએ 2 મીટર પહોળાઈના 3 થી 4 ભોંયરાઓ છે. તેમાં પૂર્વીય દિવાલની જાડાઈ અલગ અલગ છે. કોરિડોર વિસ્તારને અડીને આવેલા ભોંયરાની પશ્ચિમ બાજુએ છુપાયેલો કૂવો બે મીટર પહોળો છે. દક્ષિણ બાજુએ વધુ એક કૂવાનું નિશાન મળી આવ્યું છે. ભોંયરાની દિવાલોના જીપીઆર સ્કેનિંગથી છુપાયેલા કુવાઓ અને કોરિડોરનું અસ્તિત્વ પણ બહાર આવ્યું છે, એમ અહેવાલમાં જણાવાયું છે. GPR રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યુ છે કે દક્ષિણના ભોંયરાનો દરવાજો એક દિવાલથી ઢંકાયેલો રાખવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : S Jaishankar: ચીન આપણા પડોશી દેશોને પ્રભાવિત કરશે, તેથી ભારતે તેનાથી ડરવાની જરુર નથીઃ વિદેશ મંત્રી એસ જયંશકર.. જાણો શા માટે તેમણે આવું કહ્યું..
મોજણી દરમિયાન, ASI એ નાજુક ક્ષતિગ્રસ્ત વસ્તુઓની સફાઈ, લેબલીંગ, વર્ગીકરણ અને પરીક્ષણ કર્યું હતું. આ માટે જ્ઞાનવાપી ( gyanvapi mosque ) કેમ્પસમાં જ પ્રાદેશિક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આનાથી મેટલ સહિત અન્ય સામગ્રીની તપાસ કરવામાં મદદ મળી.
Join Our WhatsApp Community